Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એક દિવસ એવો આવશે ટૉમ ક્રૂઝ અને ક્રિસ્ટોફર નોલાન બોલિવૂડમાં કામ કરશે ! : શાહરૂખ ખાન

મુંબઈ :બોલીવુડના બાદશાહ શાહરુખ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં હોલિવૂડ અને બોલિવૂડ અંગે વાત કરતા જણાવ્યું કે, તેને આજ સુધી કોઈપણ હોલિવૂડ ફિલ્મની ઑફર મળી નથી. શાહરુખખાને એવી આશા વ્યક્ત કરી હતી કે એક દિવસ એવો આવશે જ્યારે ટૉમ ક્રૂઝ કહેશે કે, તેણે એક હિન્દી ફિલ્મ સાઈન કરી છે અથવા ક્રિસ્ટોફર નોલાન જેવા ડિરેક્ટર કહેશે કે, ભારતમાં કોઈ એવું છે જે ઈચ્છે છે કે, તે ફિલ્મ ડિરેક્ટ કરે.

 

(12:06 pm IST)