Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

યશરાજની ફિલ્મમાં વાણી કપૂરનો પડકારરૂપ રોલ

અભિનેત્રી વાણી કપૂર યશરાજ બેનરની ફિલ્મમાં પડકારરૂપ રોલ નિભાવી રહી છે. શુધ્ધ દેસી રોમાન્સ અને બેફિક્રે જેવી ફિલ્મો કરીને જાણીતી બનેલી વાણી કપૂર યશરાજ બેનરની ફિલ્મો જ કરી રહી છે. આ વખતે ફિલ્મમાં રિતીક રોશન અને ટાઇગર શ્રોફ જેવા હીરો સાથે કામ કરવાની તેને તક મળી છે.

વાણી કપૂર કહે છે આ ફિલ્મનો મારો રોલ પડકારરૂપ હોવા સાથે રોમાંચક પણ છે. હું મારા પાત્ર વિશે હાલમાં વધુ કંઇ જણાવી શકીશ નહિ, પણ તે ખુબ જ રોમાંચક અને કસોટી કરી લેનારો છે. આ ફિલ્મ ૨૦૧૯માં બીજી ઓકટોબરના રિલીઝ થશે. ફિલ્મનું શુટીંગ આ મહિનાથી જ શરૂ થઇ જશે અને ફેબ્રુઆરી-૧૯માં પુરૂ થઇ જશે. વાણી આ ફિલ્મથી અત્યંત ખુશ છે.

(9:38 am IST)