Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ક્રિતી ભરપુર વ્યસ્તઃ ચાર ફિલ્મો હાથ પર

ટીવી શોમાં સાથે કામ કરતી વેળાએ સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે વચ્ચે રિલેશનશીપ બંધાઇ ગઇ હતી. લાંબો સમય પછી બ્રેકઅપ થયું હતું. બીજી તરફ બોલીવૂડમાં આવેલા સુશાંતસિંહની દોસ્તી રાબ્તા ફિલ્મમાં સાથે કામ કરનારી ક્રિતી સેનન સાથે થઇ ગઇ હતી. બંને લંચ, ડિનર અને ડેટ પર સાથે જતાં વારંવાર જોવા મળતાં હતાં. અનેક ઇવેન્ટસમાં પણ બંને સાથે જ પહોંચતા હતાં. જો કે બંને રિલેશનશીપ વિશે બોલવાનું ટાળતાં હતાં. હવે આ બંને સાથે જોવા મળતા નથી, કહેવાય છે કે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. જો કે કેટલાક લોકો કહે છે કે પોત પોતાની ફિલ્મોના કામમાં ખુબ વ્યસ્ત છે. ક્રિતી પાસે અર્જુન પટિયાલા, પાનીપત, હાઉસફુલ-૪ અને લુકાછુપીજેવી ફિલ્મો છે. તો સુશાંત પણ સતત વ્યસ્થ છે.

(9:37 am IST)