Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

OTT પર ધૂમ મચાવતી ભારતની પ્રાદેશિક ફિલ્મો

મુંબઇ,તા. ૨૯ : પહેલા એક જ ભાષામાં ફિલ્મ બનતી અને એ જ ભાષામાં થિયેટરમાં રિલીઝ થઇ જતી.એ પછી વિવિધ ભાષામાં ફિલ્મોનો દોર શરૂ થયો, જેથી હવે ફિલ્મો એક થી વધુ ભારતીય ભાષાઓમાં બની રહી છે.OTT પર ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે અને OTTને સહારે ભારતીય પ્રાદેશિક ફિલ્મો અંગ્રેજી સિવાય અને વૈશ્વિક ભાષાઓમાં ડબ થઇને વિશ્વભરમાં દર્શકો સુધી પહોંચી રહી છે. એનુ તાજું ઉદાહરણ છે, સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ 'જગમે થંડીરામ' નેટફિલકસ પર આવેલી એ ફિલ્મ કેટલીક ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. યુરોપ અને આફ્રિકાના દેશોમાં ખૂબ જોવાઇ અને વખાણવામાં આવી છે.

હિન્દી, તમિલ અને મલયાલમ સહિત ભારતીય ભાષાઓની ફિલ્મો માટે ઓવરસીઝ માર્કેટ બહુ મોટુ છે. ઓવરસીઝ રિલીઝમાં ટાર્ગેટ ઓડિયન્સ માત્ર વિદેશમાં વસતા ભારતીય હોય છે. હિન્દી ફિલ્મો અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી જોવાય છે.  મલયાલમ ફિલ્મ યુએઇમાં, તમિલ ફિલ્મ સિંગાપુરમાં હિટ થાય છે. ભારતની હિન્દી અને અન્ય ભાષાઓની ફિલ્મો અંગ્રેજી સિવાય ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગલી, તુર્કીશ, કોરિયન અને અન્ય ભાષાઓમાં પહોંચી રહી છે. નેટફિલકસ ઇન્ડિયાની કન્ટેન્ટ એન્ડ એકિવઝિશન ડિરેકટર પ્રતીક્ષા રાવે કહ્યુ કે અમારૂ પ્લેટફોર્મ ૧૯૦ દેશોમાં છે. અમે એક ભાષાની ફિલ્મને પસંદ કરીને અને બહુ બધી ભાષામાં ડબિંગ અને સબટાઇટલની મદદથી રજૂ કરીએ છીએ.

'જગમે થંડીરામ'નું પ્રીમિયર નેટફિલકસ પર થયું હતું.એસ.એસ. રાજમૌલીનું ફિલ્મ 'આરઆરઆર' પહેલા થિયેરટમાં રિલીઝ થશે, એ પછી એ ફિલ્મોનો પર્ટુગલ, સ્પેનિશ, તુકીર્શ, અને કોરિયામાં રિલીઝ કરવાના રાઇટ્સ નેટફિલકસે ખરીદી લીધા છે.

(10:13 am IST)