Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પ્રતીક ગાંધીની વેબ-સિરીઝ છે સિકસ સસ્પેકટ્સ

આમાં તેની સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ છે

મુંબઇ,તા. ૨૯ :પ્રતીક ગાંધી સ્ટારર 'સિકસ સસ્પેકટ્સ'ફાઇનલી હવે ડિઝનીૅહોટસ્ટાર પર રિલીઝ થશે એ નક્કી થઈ ગયું છે. આ વેબ-સિરીઝમાં પ્રતીક ગાંધી સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ જોવા મળશે. યુપીની વાત કરતા આ શોમાં પ્રતીક ગાંધી આશુતોષ રાણાનો દીકરો છે. એક પાર્ટીમાં મર્ડર થાય છે અને એ મર્ડર પછી ઇન્કવાયરી શરૂ થાય છે અને ૬ વ્યકિત પર શંકા જન્મે છે. આ ૬માંથી એક પ્રતીક પણ છે.

પ્રતીક ગાંધીએ ગયા ડિસેમ્બરમાં 'સ્કેમ ૧૯૯૨ - ધી હર્ષદ મહેતા સ્ટોરી'કરી હતી, એ પછી છેક હવે તેની વેબ-સિરીઝ આવશે. વચ્ચે તેણે ગુજરાતી વેબ-સિરીઝ 'વિઠ્ઠલ તીડી'કરી હતી, જેની સેકન્ડ સીઝન આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં આવે એવી ધારણા રાખવામાં આવે છે.

'સિકસ સસ્પેકટ્સ'સિવાય પ્રતીક હજી પણ એક વેબ-સિરીઝ કરે છે, જે ડિસેમ્બરમાં ઓનએર થાય એવી શકયતા છે.

(10:12 am IST)