Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ફેમિલી ડ્રામા શો હવે કોમેડી શો બની જશે

કોરોનાની મહામારીને કારણે આવી પડેલા લોકડાઉન બાદ અનલોકમાં ફરીથી ટીવી સિરીયલો ના શુટીંગ શરૂ થઇ ગયા છે. આ કારણે અનેક નિર્માતા નિર્દેશકો અને કલાકારોએ રાહત અનુભવી છે. પરંતુ નિર્માતા મહેશ પાંડે સાથે વિચીત્ર સંજોગો ઉભા થયા હતાં. કલર્સ પર અગાઉ વિદ્યા નામની સિરીયલ આપી ચુકેલા મહેશ હાલમાં સ્ટાર પ્લસ માટે 'એક મકાન એક દૂકાન' નામનો શો બનાવી રહ્યા છે. આ શોનું શુટીંગ વારાણસીમાં ફેબ્રુઆરીમાં એટલે કે કોરોના આવ્યો એ પહેલા શરૂ થઇ ગયું હતું. પરંતુ એ પછી લોકડાઉન આવી જતાં શુટીંગ બંધ કરવું પડ્યું હતું. હવે ફરીથી આ શોનું શુટીંગ શરૂ થયું છે. પરંતુ જ્યાં અટકયું હતું ત્યાંથી નહિ પરંતુ એકડે એકથી થશે. કારણ કે સ્ટોરી, જોનર અને સ્થળ બધુ જ બદલાઇ ગયું છે. એક મકાન એક દૂકાન શો પહેલા ફેમિલી ડ્રામા હતો, હવે તેને કોમેડીમાં રૂપાંતરીત કરાયો છે. કલાકારો હિતેન તેજવાણી, સોનલ વેન્ગુર્લેકર, રિન્કૂ ધવન સહિતે વારાણસીમાં શુટીંગ કર્યુ હતું. પરંતુ જોનર બદલીને કોમેડી થઇ જતાં આ બધાને ઘરે બેઠા ફરીથી ઓડિશન આપવું પડ્યું છે.

(10:09 am IST)