Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એક દ્રશ્ય માટે શ્રુતિને ટ્રક ચલાવવો પડ્યો

વિદ્યુત જામવાલ, શ્રુતિ હાસન, અમિત સાધ, વિજય વર્મા અને કેન્ની બાસુમત્રીની ફિલ્મ યારા આવતીકાલે ગુરૂવારે ડીજીટીલ પ્લેટફોર્મ ઝીફાઇવ પર સ્ટ્રીમ થઇ રહી છે. નિર્દેશક તિગ્માંશુ ધુલીયાની આ ફિલ્મમાં પાંચ મિત્રોની કહાની છે. સંજય મિશ્રા પણ ચમન નામના ખાસ રોલમાં જોવા મળશે.  ફિલ્મમાં સુકન્યાનો રોલ નિભાવી રહેલી શ્રુતિ હાસને કહ્યું હતું કે મારે આ ફિલ્મના એક સીન માટે ટ્રક ચલાવવો પડ્યો હતો. મોટા ભાગના લોકો એ જાણતા નથી કે હું એક સારી ડ્રાઇવર પણ છું. મારે ટ્રક ચલાવવાનો હતો એ સીન માટે સ્ટંટ સીન પણ ખુબ મદદગાર બની હતી. એક વ્યકિત મારી સીટ પાછળ બેસી કલચ અને ગીયર શિફટ કરવા બેઠો હતો. મારા માટે આ કામ સરળ નહોતું. હું એક પહાડ પર ટ્રક ચલાવવાનો પ્રયાસ કરતી હોઉ તેવું એ દ્રશ્ય ખરેખર મજેદાર હતું. ઉત્તરાખંડની સડકો પર ટ્રક ચલાવવાનું કામ મારા માટે ખુબ કઠીન બની રહ્યું હતું.  શ્રુતિ લાંબા સમય પછી બોલીવૂડમાં ફરી જોવા મળી છે.

(10:08 am IST)