Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જેઠાલાલને લોકડાઉનમાં ૯૦ લાખનું નુકશાન

તારક મહેતા...ના એક એપિસોડમાં દોઢ લાખ ફી વસૂલે છે

મુંબઈ, તા. ૨૯ : તારક મહેતાનાં જેઠાલાલ આમ તો બધાને હસાવવાનું કામ કરે છે તેમનું નામ પડતા જ લોકોનાં ચહેરા પર સ્માઈલ આવી જાય પણ હાલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીની વાત કરીએ. તેમને આ લોકડાઉન ભારે પડયુ છે, કારણ કે આ ત્રણ મહિનાનાં લોકડાઉનમાં તેમની આવકમાં ૯૦ લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.

'તારક મેહતા કા ઉલ્ટા ચશમા' ના મેકર્સ તરફથી જેઠાલાલને એક એપિસોડ માટે લગભગ ૧.૫૦ લાખ રૂપિયાની ફી વસુલે છે. શોનાં એક મહિનામાં ૨૦ એપિસોડ આવે છે આ ૨૦ એપિસોડ પ્રમાણે જેઠાલાલ એમ મહિનાનાં ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

જો આ રીતે, ૩ મહિનાનો હિસાબ કરવામાં આવે તો જેઠાલાલને ઓછામાં ઓછા ૯૦ લાખ રૂપિયાની કમાણી થતી હશે. દિલીપ જોશી 'તારક મેહકા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમના સૌથી મોંઘા કલાકાર છે.

બીજા કલાકારની વાત કરીએ તો શૈલેષ લોઢા પણ એક એપિસોડનાં ૧.૫૦ લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

(3:48 pm IST)