Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

બોલીવૂડથી દૂર રહીને પણ ખુશ છે રિયા

ફાલ્ગુની પાઠકના વિડીયો સોંગ ચુડી જો ખનકી હાથો મેં, યાદ પિયા કી આને લગી...થી જાણીતી બનેલી બંગાળી અભિનેત્રી રિયા સેને બોલીવૂડમાં અનેક ફિલ્મો કરી છે. જો કે તે લાંબા સમયથી આ ઇન્ડસ્ટ્રીને છોડી ચુકી છે. હાલમાં જ તે મેકસ પ્લેયરની વેબ સિરીઝ પતિ પત્નિ ઓૈર વોમાં જોવા મળી છે. રીયાને મ્યુઝિક વિડીયો પછી તુરત જ બોલીવૂડમાં ફિલ્મોની ઓફર મળવા માંડી હતી. ૧૯૯૧માં આવેલી ફિલ્મ વિષ કન્યામાં પૂજા બેદી મુખ્ય રોલમાં હતી. તેના બાળપણનો રોલ રિયાએ નિભાવ્યો હતો. રિયાએ બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ સહિતની ભાષાની ફિલ્મો કરી છે. આ ઉપરાંત અંગ્રેજી ફિલ્મમાં પણ અભિનય આપી ચુકી છે. કોમર્શિયલ સફળતાની સાથોસાથ રિયાને બોલ્ડ અભિનેત્રીનું ટેગ પણ મળેલુ છે. તે કહે છે બોલીવૂડમાં કેટલીક હિટ ફિલ્મો પછી ઘણી ખરાબ ફિલ્મો પણ કરી હતી. પછી સેકસી અને બોલ્ડ જેવા લેબલ મળવા માંડ્યા હતાં. આવા લેબલ સાથે અહિ રહેવું યોગ્ય નહોતું લાગ્યું એટલે બોલીવૂડ છોડી દીધુ હતું. સ્ટાઇલ, અપના સપના મની મની, શાદી નંબર વન, ઝનકાર બીટ્સ સહિતની ફિલ્મો તેણે કરી હતી. તેણે સ્વીકાર્યુ છે કે બોલીવૂડથી દૂર રહીને તે ખુશ છે.

 

(9:44 am IST)