Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અનુપમ ખેરની આગામી ફિલ્મ 'વન ડે જસ્ટિસ ડિલિવર્ડ'ની રિલીઝ ડેટ લંબાવાઈ

મુંબઇ : ઉચ્ચ ભદ્ર વર્ગના સેલેબ્રિટીઝ તરીકે ઓળખાતા અને ગૂમ થયેલા મહાનુભાવને શોધવા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ જે પ્રકારની શોધખોળ ચલાવે છે એવો પ્લોટ ધરાવતી સ્વાતિ સિંઘની ફિલ્મ વન ડે  જસ્ટિસ ડિલિવર્ડની રિલિઝ ડેટ લંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી.આ ફિલ્મમાં સિનિયર અભિનેતા અનુપમ ખેર એક નિવૃત્તિ જજની ભૂમિકા કરી રહ્યા છે. ઇશા ગુપ્તા એની હીરોઇન છે. ઉપરાંત કુમુદ મિશ્રા અને અનુસ્મૃતિ સરકાર આ ફિલ્મમાં ચમકી રહ્યાં છે.ફિલ્મની રિલિઝ ડેટ લંબાઇ જવાનું કારણ આપતાં એક સૂત્રે કહ્યું કે આ ફિલ્મને હજુ સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી એટલે ફિલ્મ રજૂ કરી શકાય એવી સ્થિતિ નહોતી.કેતન પટેલ, કમલેશ સિંઘ, કુશવાહા અને સ્વાતિ સિંઘ નિર્મિત આ ફિલ્મનંુ ડાયરેક્શન અશોક નંદાએ કર્યું છે. સ્વાતિ સિંઘ અને અશોક નંદાએ કહ્યંુ હતું કે અમારે આ ફિલ્મ એક જ દિવસે આખી દુનિયામાં રજૂ કરવી હતી. અગાઉ અમે ૨૮ જૂને ફિલ્મ રજૂ કરવાના હતા પરંતુ સેન્સર સર્ટિફિકેટ નહીં મળતાં અમે વિદેશી વિતરકોને પ્રિન્ટ આપી શક્યાં નથી. હવે સર્ટિફિકેટ મળી જાય તો જુલાઇના ફર્સ્ટ વીકમાં રજૂ કરવાની અમારી યોજના છે. 

(4:56 pm IST)