Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ-9નું શૂટિંગ શરૂ....

મુંબઈ: દુનિયાભરના સ્પીડ ઘેલા લોકોને ઘેલું લગાડનારી સિરિઝ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની નવમી કડી ફ્લોર પર ગઇ હતી અને શૂટિંગ શરૃ થયું હતું.એક્શન હીરો વીન ડિઝલ અને મિશેલી રોડ્રીગ્સે શૂટિંગ શરૃ કર્યું હતું અને સોશ્યલ મિડિયા પર એની ઔપચારિક જાહેરાત પણ કરી હતી. આ બંનેએ લખ્યું, ફર્સ્ટ ડે કમ્પલીટેડ...ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ૨૦૨૦...અમને અત્યાર સુધી મળેલા સપોર્ટ માટે અમે દુનિયાભરના દર્શકોનો જાહેર આભાર માનીએ છીએ... મિશેલીએ આ સિરિઝમાં પાછાં ફરવા માટે પૂર્વશરત મૂકી હતી કે એકાદ સ્ક્રીપ્ટ રાઇટર મહિલા હોવી જોઇએ. મહિલા પાત્રને મહિલા લેખકજ સારો ન્યાય આપી શકે. ફિલ્મ સર્જકોએ એની એ પૂર્વશરત સ્વીકારી હતી. ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની છેક પહેલી કડીથી મિશેલી આ સિરિઝ સાથે સંકળાયેલી છે અને આ સિરિઝમાં એ લેટ્ટી ઓર્ટિઝ નામનું પાત્ર કરી રહી છે. 

(4:56 pm IST)