Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઇટાલીમાં ફિલ્મ્સ ફેસ્ટિવલ ગિફોનીમાં રજૂ થશે રાનીની ફિલ્મ 'હિચકી'

મુંબઈ: માનસિક વ્યાધિનો ભોગ બનેલી શિક્ષિકાની કથા ધરાવતી પોતાની ફિલ્મ હિચકી લઇને અભિનેત્રી રાની મુખરજી ચોપરા ઇટાલી જશે જ્યાં બાળકોનો ૪૯મો જગપ્રસિદ્ધ ફિલ્મ્સ ફેસ્ટિવલ ગિફોની યોજાઇ રહ્યો છે.અત્યાર અગાઉ રાનીની આ ફિલ્મ ચીનમાં રજૂ થઇ હતી અને એને ચીનમાં સારો આવકાર સાંપડયો હતો. આ ફિલ્મમાં રાની આર્થિક રીતે પછાત વિસ્તારના બાળકોને ભણાવે છે, વાસ્તવમાં રાની પોતે ટુરેટ સિન્ડ્રોમનો શિકાર બનેલી છે. આ એક માનસિક વ્યાધિ છે જે વ્યક્તિની સામાન્ય હિલચાલને પ્રભાવિત કરે છે.ઘરઆંગણે આ ફિલ્મને મધ્યમ સફળતા મળી હતી. સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મો મનોરંજન ઓછું અને એક પ્રકારનો સંદેશ વધુ આપતી  હોવાથી એ બોક્સ ઑફિસ પર ધમધોકાર બિઝનેસ નોંધાવતી નથી. હિચકીના સર્જક મનીષ મલ્હોત્રાએ કહ્યું કે આ એક અન્ડર ડૉગ સ્ટોરી ધરાવતી ફિલ્મ છે. ગિફોની ફિલ્મ્સ ફેસ્ટિવલ બાળકોની ફિલ્મોને લગતો ફેસ્ટિવલ છે એટલે અમને હિચકી રજૂ કરવાનું આમંત્રણ મળ્યું છે. એ વાતે અમે સૌ ઉત્સાહિત છીએ. રાની પોતે પણ ઇટાલી જવાની તૈયારીમાં છે. એ પણ સારી એવી ઉત્તેજિત છે. 

(4:54 pm IST)