Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હોલીવુડ ફિલ્મ ચાર્લીઝ એન્જલ્સનું ટ્રેલર રિલીઝ

મુંબઈ: ચાર્લીઝ એન્જલ્સનું ટ્રેલર ગુરુવારે સાંજે લોસ એંજલ્સમાં રિલિઝ કરાયું હતું જેમાં થ્રીલ, એક્શન, ડ્રામા અને હ્યુમર બધાંનો સરસ સમાવેશ થયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.હોલિવૂડની મોખરાની ત્રણ અભિનેત્રીઓ ક્રિસ્ટન સ્ટુઅર્ટ, નાઓમી સ્કોટ અને એલા બેલીન્સ્કા આ ફિલ્મમાં ચમકી રહી છે. ફિલ્મની ડાયરેક્ટર એલિઝાબેથ બેંક્સે સોશ્યલ મિડિયા પરના પોતાના હેન્ડલમાં ફિલ્મના ટ્રેલરને મૂકતાં ઔપચારિક જાહેરાત કરી હતી કે આ લો, ચાર્લીઝ ટ્રેલર  પ્રસ્તુત કર્યું છે... આપણે મળીશું નવેંબરમાં .ચાર્લીઝ એન્જલ્સ એક હિટ ફ્રેન્ચાઇઝી છે જેમાં ત્રણ જાંબાઝ મહિલાઓ દુનિયાભરની અપરાધી આલમ સામે જંગે ચડી છે. ટ્વીલાઇટ અને સ્નો વ્હાઇટ સિરિઝની ફિલ્મોમાં જોરદાર એક્શન કરી ચૂકેલી સ્ટુઅર્ટ અહીં પણ પોતે એક્શન સ્ટાર છે એ પુરવાર કરતાં વિવિધ એેક્શન દ્રશ્યો કરી બતાવે છે.ટ્રેલરને સોશ્યલ મિડિયા પર જોરદાર આવકાર સાંપડયો હતો. 

(4:53 pm IST)