Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

તોફાની બાઇકરનો રોલમાં નજરે પડશે શાહિદ કપૂર

મુંબઇ:  કબીર સિંઘ હિટ નીવડયા પછી હવે શાહિદ કપૂર નીરજા ફેમ ફિલ્મ સર્જક રામ માધવાનીની એક અનટાઇટલ્ડ ફિલ્મ કરવાનો હોવાની માહિતી મળી હતી.યોગાનુયોગે આ ફિલ્મમાં એનો ઓરમાન ભાઇ અભિનેતા ઇશાન ખટ્ટર પર સાથે ચમકશે. આ એડવેન્ચર ફિલ્મમાં શાહિદ એક તોફાની બાઇકરનો રોલ કરવાનો છે એમ કહેવાય છે. આ ફિલ્મ એક્શન ભરપુર હશે એમ પણ કહેવાય છે.કબીર સિંઘની જેમ શાહિદ સાઉથની ઔર એક હિટ ફિલ્મની હિન્દી રિમેક પણ કરવાનો છે એ હકીકત હવે તો સૌ કોઇ જાણે છે. રામ માધવાનીની ફિલ્મની સ્ટોરીલાઇન બંને ભાઇઓને પસંદ પડી હતી. એમાં એક્શન ઉપરાંત સંવેદનશીલ પ્રસંગો પણ છે એમ જાણવા મળ્યું હતું.આ ફિલ્મ દ્વારા બંને ભાઇઓ પહેલીવાર પરદા પર સાથે દેખાશે. અત્યાર અગાઉ ઇશાન કરણ જોહરની ધડક ફિલ્મમાં સદ્ગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર સાથે ચમક્યો હતો અને ફિલ્મ હિટ નીવડી હતી. 

(4:53 pm IST)