Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સુનૈના રોશન અને રુહેલ અમીલના સંબંધને લઈને આવી નવી ચર્ચા....

મુંબઈ: બોલીવુડના જાણીતો રોશન પરિવાર અત્યરે પુત્રી સુનૈના રોશનને લઈને ખુબ વિવાદોમાં છે સુનૈનાએ પોતાના પિતા અને ભાઈ પર ગંભીર આરોપ મુખ્ય છે સુનૈનાએ કહ્યું કે તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે પણ તેનો પરિવાર સંબંધ સ્વીકારવા તૈયર નથી અને માટે તેના પર તેનો પરિવાર શારીરિક શોષણ કરી રહ્યા છે. તેને મારે છે અને ઘરમાં પૂરીને રાખે છે. બધી ચર્ચાઓ વચ્ચે નવી એક ચર્ચા ચાલી રહી છે કે સુનૈનાનો બોયફ્રેન્ડ રુહેલ અમીન પરિણીત છે. તેના બે બાળકો પણ છે રોશન પરિવાર માત્ર સુનૈનાને કોઈ મુસીબત ના પડે તે માટે તેને વ્યક્તિથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. રોશન પરિવાર પહેલા સુનૈનાને બે લગ્નની માયાજાળમાંથી માંડમાંડ બહાર કાઢીને લાવ્યા છે અને ફરીથી કોઈ મુસીબત ના પડે તે માટે તેઓ સુનૈનાને વ્યક્તિથી દૂર રાખવા માંગે છે.

(4:51 pm IST)