Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઋષિ કપૂર અને તાપસી અભિનીત ફિલ્મ 'મુલ્ક'નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ ;બોલીવુડના સિનિયર અભિનેતા ઋષિ કપૂર અને તાપસી પન્નૂ સ્ટારર ફિલ્મમુલ્ક'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. અહીં મહત્વનું છે કે ફિલ્મ 102 નોટઆઉટ બાદ ફરી ઋષિ કપૂરની એક્ટિંગરૂપી ગાડી પાટા પર આવી ગઈ છે. ત્યારે એક વાર ફરીથી તમનેમુલ્ક' ફિલ્મ દ્વારા ઋષિ કપૂરની દમદાર એક્ટિંગ જોવા મળશે. ટીઝર જોતા ફિલ્મમાં તાપસી પન્નુની પણ દમદાર ભૂમિકા જણાઈ આવે છે. ફિલ્મમાં ઋષિ કપૂરને દેશદ્રોહી દર્શાવાય છે.

(11:18 pm IST)