Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સિમ્બાના ટાઇટલ સોન્ગનું શૂટિંગ થયું પૂરું

મુંબઈ:અભિનેતા રણવીર સિંઘે પોતાની આગામી ફિલ્મ સિમ્બાના એેક સૌથી મોટ્ટા ગણાવાતા ગીતનું શૂટિંગ કર્યું હોવાનું સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું. અગાઉ ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ત્રણ ત્રણ સુપરહિટ ફિલ્મો રામલીલા-ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત આપનારો રણવીર હાલ કરણ જોહર અને રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ કરી રહ્યો છે. હાલ હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં એનું શૂટિંગ ચાલી રહ્યું છે. એણે સોશ્યલ મિડિયા પર ફિલ્મના એક ગીતનો  ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે ફિલ્મના ટાઇટલ ગીતનું શૂટિંગ અમે તાજેતરમાં કર્યું હતું. આલા રે આલા સિમ્બા આલા.. શબ્દો ધરાવતા ગીતને રણવીરે 'સબ સે બડા ગાના' (સાૌથી મોટ્ટું ગીત) ગણાવ્યું હતું. ફિલ્મમાં વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન રણવીર સાથે ચમકી રહી છે. રણવીરે સોશ્યલ મિડિયા પર મૂકેલી વિડિયો ક્લીપમાં સંેકડો ડાન્સર્સ અને જુનિયર કલાકારો પણ જોઇ શકાતા હતા. બધા મહારાષ્ટ્રના પારંપરિક પોષાકમાં સજ્જ હતા.

(5:35 pm IST)