Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રિશી કપૂરની ફિલ્મ 'મુલ્ક'નું ટીઝર લોન્ચ

મુંબઈ:ટોચની અભિનેત્રી તાપસી પન્નુને પહેલીવાર સિનિયર અભિનેતા રિશિ કપૂર સાથે ચમકાવતી ફિલ્મ મુલ્કનું ટીઝર આજે શુક્રવાર ૨૯ મી જૂને રિલિઝ કરાશે એવી ઔપચારીક જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ એક સંવેદનશીલ કથા ધરાવે છે અને એમાં તાપસીએ રિશિ કપૂરની પુત્રવધૂ ઉપરાંત એક વકીલનો રોલ કર્યો છે એવી માહિતી  મળી હતી. અત્યાર અગાઉ તાપસીએ કોર્ટ ડ્રામા કહેવાય એવી ફિલ્મ પિન્કમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ ંહતું અને સમીક્ષકોએ તેમજ દર્શકોએ એને બિરદાવી હતી. હવે ફરી વાર એ મુલ્કમાં એવાજ પાવરફૂલ રોલમાં રજૂ થઇ રહી છે એમ કહેવાય છે. મુલ્કમાં આ બંને ઉપરાંત પ્રતીક બબ્બર, રજત કપૂર, આશુતોષ રાણા, મનોજ પાહવા અને નીના ગુપ્તા મહત્ત્વના રોલમાં ચમકી રહ્યાં છે. મુસ્તાક શેખ અને ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિંહાએ આ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. અગાઉ જાહેર થયા મુજબ આ ફિલ્મ જુલાઇમાં રજૂ થવાની હતી પરંતુ પાછળથી એની રિલિઝ ડેટ બદલવામાં આવી હતી. હવે આ ફિલ્મ ઑગષ્ચટની ત્રીજી એ રજૂ થશે.
 

(5:34 pm IST)