Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બદલામાં મારો અભિનય પડકારજનક છે: તાપસી પન્નુ

મુંબઈ:બેબી, નામ શબાના અને પિંક જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી તમામને પ્રભાવિત કરનાર અભિનેત્રી તાપસી પન્નુ ફરી એકવાર પડકારજનક ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ બદલામાં તે એક પાવરફુલ બિઝનેસવુમનના પાત્રમાં નજરે પડનાર છે. રીવેંજ ડ્રામા ફિલ્મ માટે તે હાલ સ્કોટલેન્ડના ગ્લોસગોમાં શુટિંગ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે ફરી એકવાર અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં નજરે પડનાર છે. પહેલા તે બચ્ચન સાથે પિંક ફિલ્મમાં કામ કરી ચુકી છે. ગત બે ફિલ્મો જુડવા- અને દિલ જંગલીમાં દેશી ગર્લના પાત્રમાં નજરે પડેલ તાપસી ફરી એકવાર પડકારજનક ભૂમિકામાં નજરે પડનાર છે. મહત્વનુ છે કે, ફિલ્મને સુનીર ખેત્રપાલ પ્રોડયુસ કરી રહ્યા છે. તેમજ સુજોય ઘોષ ફિલ્મનુ ડાયરેક્શન સંભાળી રહ્યા છે. 

(5:33 pm IST)