Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

2018ના અંત સુધી દબંગ-3નું શૂટિંગ શરૂ કરશે સલમાન ખાન

મુંબઈ:બોલીવુડ અભિનેતા સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મની સફળતા બાદ દબંગ-૨ને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી દર્શકો દબંગ-૩ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. સુત્રોનું કહેવુ છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં ફિલ્મનુ શુટિંગ શરુ કરી દેવામાં આવશે. ફિલ્મની વાર્તાને વધુ સારી બનાવવા માટે સ્ટોરી લાઈન અને શુટિંગ લોકેશનને લઈ વખતે મેકર્સ કેટલાક નવા ફેરફાર કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, દબંગ-૩નુ શુટિંગ ગાઝિયાબાદમાં કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ કમાણી મામલે રેકોર્ડ સર્જનાર દબંગ અને દબંગ- બાદ હવે દબંગ-૩ની તૈયારી શરુ કરી દેવાઈ છે. ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન એક્શન અને કોમેડી અવતારમાં નજરે પડશે. તેમજ ફિલ્મમાં સોનાક્ષી સિંહા નજરે પડશે. 

(5:32 pm IST)