Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બપ્પી દા બન્યા સંગીત રિયાલીટી શોના સ્પેશિયલ જજ

વધુ એક સિંગીંગ રિયાલીટી શો 'દિલ હૈ હિન્દુસ્તાની'ની સિઝન-૨ આવી રહી છે. સ્ટાર પ્લસ પર આ શો પ્રસારિત થવાનો છે. આ શોમાં દુનિયાભરમાંથી આવતાં સ્પર્ધકોને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળે છે. બાદશાહ, સુનિધી ચોૈહાણ અને પ્રિતમ આ શોના મુખ્ય જજ છે. આ દિલકશ જજની પેનલ સાથે નિર્માતાઓએ સુરોના સરતાજ બપ્પી લાહેરીને પણ સ્પેશિયલ જજ તરીકે આ શોમાં સામેલ કરવાનું નક્કી કર્યુ છે. ઓડિશન પુરૂ થઇ ગયું છે. જેટલા સ્પર્ધકોની પસંદગી થઇ છે એ તમામ બપ્પીદા સમક્ષ તેના જ એક એકથી ચડીયાતા ગીતો રજૂ કરશે. સ્પર્ધકો પણ બપ્પીદા આ શોનો ભાગ બનવાના છે તે જાણીને ખુશ છે. સ્પર્ધકોને તેમની પાસેથી સંગીતની જીણામાં જીણી માહિતી મેળવવાની તક મળશે.

(10:14 am IST)