Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે બદ્રીનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યો

મુંબઈ: ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર રવિવારે સવારે બદ્રીનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર હેલિપેડ દ્વારા બદ્રીનાથ મંદિર પહોંચ્યા અને ભગવાન બદ્રીવિશાલના દર્શન કર્યા બાદ વિશેષ પ્રાર્થના કરી. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ કિશોર પંવારે બદ્રીનાથ મંદિર પરિસરમાં હેલિપેડ પર ફિલ્મ અભિનેતાનું સ્વાગત કર્યું. તેમણે મંદિરમાં અક્ષય કુમારને ભગવાન બદ્રીવિશાલનો પ્રસાદ અને તુલસીની માળા અર્પણ કરી હતી. અક્ષય કુમાર કે જેઓ મરાઠી ફિલ્મ 'OMG 2' અને 'BMCM'માં શિવાજીની ભૂમિકા ભજવી રહ્યા છે તેની 2023માં 6 ફિલ્મો રિલીઝ થશે.

(8:13 pm IST)