Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

હું કડવી વાતો યાદ નથી રાખતીઃ અદા

અદા શર્માને ધ કેરલા સ્‍ટોરી ફિલ્‍મે ઘર ઘરમાં જાણીતી બનાવી દીધી છે. પંદર વર્ષ પહેલા આવેલી વિક્રમ ભટ્ટની હોરર ફિલ્‍મ ૧૯૨૦માં જે રૂપકડી છોકરી જોવા મળી હતી એ અદા શર્મા જ હતી. ત્‍યારથી તેણે સોૈનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. દોઢ દાયકા પછી અતિ વિવાદાસ્‍પદ ફિલ્‍મમાં કામ કરીને અદા ટોક ઓફ ધ ટાઉન બની ગઇ છે. હમ હૈ રાહી કાર કે, હસી તો ફસી, કમાન્‍ડો-૨ અને સેલ્‍ફીમાં છેલ્લે અદા જોવા મળી હતી. પણ ધ કેરલા સ્‍ટોરીએ અદાની આખી વાર્તા બદલી નાખી છે. અદા કહે છે મને જે ફિલ્‍મમાં કામ કરવાની ઇચ્‍છા ન થાય તે હું સ્‍વીકારતી જ નથી.  અદા પોતે ઇન્‍ડસ્‍ટ્રીમાં આઉટ સાઇડર છે તે અંગે કહે છે કે અહિનો કારભાર અધ્‍ધરતાલ હોય છે. તમે એક ફિલ્‍મ સાઇન કરો, તેનું કામ શરૂ કરો એ પહેલા ખબર પડે કે તમારી જગ્‍યાએ બીજા કોઇને લઇ લેવાયા છે. હું કડવી વાતો યાદ રાખતી નથી. અદા ગેમ ઓફ ગિર્ગિટ નામના શોમાં પોલીસ ઓફિસરના રોલમાં છે.

(10:19 am IST)