Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

એમાં કલાકારોનો વાંક નથી હોતોઃ નીતિ

ટીવી પરદે કયો શો ક્‍યારે બંધ થઇ જાય તે કહી શકાતું નથી. બડે અચ્‍છે લગતે હૈમાં મુખ્‍ય ભુમિકા નિભાવી રાજી થઇ રહેલી નીતિ ટેલરને જ્‍યારે ખબર પડી કે આ શો બંધ કરી દેવામાં આવશે ત્‍યારે તે હતપ્રભ થઇ ગઇ હતી. નીતિ કહે છે મને કલ્‍પના પણ નહોતી કે આ શો માત્ર અમુક મહિનામાં ઓફ એર કરી દેવાશે. મને જ્‍યારે સિરીયલ બંધ કરી દેવામાં આવશે તેવી જાણ કરવામાં આવી ત્‍યારે મને આઘાત લાગી ગયો હતો. એ દિવસે હું જરાપણ કામમાં ધ્‍યાન આપી શકી નહોતી. જો કે અભિનેત્રીએ કબુલ્‍યું હતું કે દર્શકોને આ નવી સીઝનમાં ખાસ રસ પડયો નથી અ ેપણ હકિકત છે. પરંતુ એમાં વાંક માત્ર કલાકારોનો નથી હોતો. શોની નિષ્‍ફળતા, સફળતા પાછળ લેખકથી લઇ સમગ્ર કલાકારો-કસબીઓ જવાબદાર હોય છે. દર્શકોએ મારી અને રણદીપ રાયની કેમેસ્‍ટ્રી પસંદ કરી હતી. જે થયું તે, હવે હું આરામ કરી પછી નવું કામ કરીશ.

(10:19 am IST)