Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મારે કામોત્તેજક દ્રશ્‍યો નહોતા કરવા : હુનાર

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી હુનાર ગાંધી હવે ફિલ્‍મી પરદે પહોંચી છે. હુનારે થપકી પ્‍યાર કી, પરમાવતાર કૃષ્‍ણ જેવા શો કર્યા છે. છેલ્લે તે તેરા મેરા સાથ રહે નામના શોમાં જોવા મળી હતી.  સિરીયલોમાં પોતાની પ્રતિભા દર્શાવનારી અભિનેત્રી હુનાર ગાંધીને હવે એક ફિલ્‍મમાં કામ કરવાની પણ તક મળી છે. હુનાર ટચૂકડા પરદા ઉપરાંત ફિલ્‍મોમાં અને ઓટીટી પર કામ કરવા ઇચ્‍છતી હતી. હવે તે સબા મુમતાઝ લિખિત, તેના જ દિગ્‍દર્શનમાં બનનારી ફિલ્‍મમાં કામ કરી રહી છે. ફિલ્‍મનું નામ હજુ નક્કી થયું નથી. હુનાર કહે છે કે મને તેની પટકથા ગમી ગઈ હતી. તેથી મેં એ ફિલ્‍મ સ્‍વીકારી લીધી. જોકે હાલના તબક્કે હું તેના વિશે વધુ કાંઈ કહી શકું તેમ નથી. મને ઓટીટી મંચ પરથી પણ કેટલીક ઓફરો આવી હતી, પરંતુ મને પડદા પર કામોત્તેજક દ્રશ્‍યો આપવાનું ફાવે તેમ નહોતું તેથી મેં આ ઓફરો પાછી વાળી હતી. હું કરવા ખાતર કોઈ કામ કરવા નથી માગતી. મેં એક ટીવી શો પણ સાઈન કર્યો છે.

(10:18 am IST)