Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વિકી કૌશલના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ

મુંબઈ: અભિનેતા વિકી કૌશલની ફિલ્મોની સંખ્યાની સાથે તેની ફેન ફોલોઇંગ પણ વધી રહી છે. દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે વિક્કી કૌશલ માટે એક સારા સમાચાર છે. વિકી કૌશલ સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ તસવીરો અને વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતા છે. તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 7 મિલિયન થઈ ગયા છે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.તેણે ઈન્સ્ટાગ્રામ પર ઉડતી વખતે તેની તસવીર શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. વિક્કીએ ચાહકોના પ્રેમ માટે હૃદય સ્પર્શી પોસ્ટ લખી છે. વિકી કૌશલે લખ્યું - 'આશા છે કે મારું ચુંબન તમારા હૃદયમાં આવી જશે. કુટુંબ વધી રહ્યું છે, આભાર. ' તેણે હેશટેગ 7 મિલિયન મૂક્યું.

(5:16 pm IST)