Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વધુ એક એકશન, થ્રિલર બનાવશે જોન

જોન અબ્રાહમ વધુ એક સાઉથની ફિલ્મની રિમેકમાં કામ કરવાનો છે. બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ અય્યપ્પનમ કોશિયુમના રાઇટ્સ તેણે ખરીદી લીધા છે. આ જબરદસ્ત એકશન થ્રિલર ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન અને બીજૂ મેનન મુખ્ય રોલમાં હતાં. હવે જોન આ ધમાકેદાર એકશન ફિલ્મની હિન્દી રિમેક બનાવશે. તેણે પોતાના જ પ્રોડકશન જેએ એન્ટરટેઇન્મેન્ટના બેરમાં આ ફિલ્મ બનાવવાની તૈયારી કરી છે. જોને ટ્વિટ કર્યુ હતું કે આ એવી ફિલ્મ છે જેમાં એકશન, થ્રિલ અને જબરદસ્ત કહાનીનો ત્રિવેણી સંગમ છે. હું મારા પ્રોડકશન દ્વારા આવી શાનદાર કહાની લોકો સુધી લાવવા ઉત્સાહિત છું. આશા છે કે અમે એક ખુબ સારી હિન્દી ફિલ્મ આપીશું. કોવિડ-૧૯માંથી બહાર નીકળતાની સાથે જ અમે પ્રભાવી અને મનોરંજક ફિલ્મો સાથે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરીશું. મલયાલમ ભાષામાં બનેલી આ ફિલ્મમા એક પોલીસ અધિકારી અને એક રિટાયર્ડ હવાલદારના અહમ વચ્ચેની ટક્કરની વાત છે. મુખ્ય રોલ જોન નિભાવશે કે કેમ? તે નક્કી નથી. જોને પોતાના બેનરમાં અગાઉ વિક્કી ડોનર, ફોર્સ-૨, મદ્રાસ કાફે જેવી ફિલ્મો આપી છે.

 

(9:38 am IST)