Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અભિષેક-રાણીની ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સિકવલની તૈયારી શરૂ

મુંબઇ:  હાલ બોલીવૂડમાં સિકવલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક થી એક ચડિયાતી સિકવલો બની રહી છે. જેમાં એક વધુ સિકવલનો ઉમેરો થશેે. અભિષેક બચ્ચન અને રાણી મુખર્જી અભિનિત 'બંટી ઔર બબલી'ની સિકવલની તૈયારી શરૂ થઇ ગઇ છે.રાણી મુખર્જી અને અભિષેક બચ્ચન રૂપેરી પડદે ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનો સેટ મુંબઇના જુહુ એરિયામાં જૂનના પહેલા અઠવાડિયાથી બનાવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પણ જલદી જ શરૂ થશે. આ ફિલ્મના સ્ટારકાસ્ટ માટે મૂળ ફિલ્મના કલાકારો જ કામ કરે એવી ફિલ્મમેકર્સને ઇચ્છા છે.  

(5:37 pm IST)