Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ટૂંક સમયમાં ઓસ્કાર સમિતિ મુંબઇમાં ખોલશે ઓફિસ

મુંબઈ:ઓસ્કારના ટૂંકા નામે જાણીતા વિશ્વવિખ્યાત એવોર્ડ આપતી એકેડેમી ઑફ મેાશન પિક્ચર્સ આર્ટસ્ એન્ડ સાયન્સીઝના વડા જ્હૉન બેઇલીએે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઓસ્કાર સમિતિ મુંબઇમાં એની ઑફિસ શરૃ કરશે.જ્હૉન બેઇલી અને તેમનાં પત્ની કેરોલ લિટલટન હાલ ભારતની મુલાકાતે છે. બેઇલીએ આગ્રામાં તાજમહાલ જોયા પછી મિડિયા સાથે વાત કરતાં આ જાહેરાત કરી હતી.ઓસ્કારની અત્યાર અગાઉ બે ઑફિસ હતી. મુંબઇમાં ઑફિસ શરૃ થતાં હવે ત્રણ ઑફિસ થશે. જ્હૉન બેઇલીએ અગાઉ મુંબઇની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં હતા ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા સાથે એેક કલાકની મુલાકાત કરી હતી. બેઇલીએ એવું સૂચન કર્યું હતું કે પાશ્ચાત્ય દેશોમાં બોલિવૂડની હિટ ફિલ્મો રજૂ થઇ શકે એ માટે એને અંગ્રેજી સબ-ટાઇટલ્સ અથવા અંગ્રેજીમાં ડબ કરેલા સંવાદો સાથે રજૂ કરવી જોઇએ તો એ વધુ દર્શકો સુધી પહોંચી શકે.દિનેશ શર્માએ કહ્યું હતું કે અમે વિવિધ વિષયોની ચર્ચા કરી હતી જેમાં ટેક્નિકલ જ્ઞાાનના આદાનપ્રદાનની વાત પણ હતી. હોલિવૂડમાં હવે મોટા ભાગની ફિલ્મો કોમ્પ્યુટર્સની મદદથી બને છે.

(5:36 pm IST)