Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગોકુલધામ સોસાયટીમાં સુરતની બાઇકિંગ કવીન્સ

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માં હાલમાં જ સુરતની નારી શકિત જોવા મળી છે. 'બાઇકિંગ કવીન્સ' તરીકે જાણીતી સુરતની સારિકા મહેતા, જિનલ શાહ અને રુતાલી પટેલે ગોકુલધામ સોસાયટીમાં હાજરી આપી હતી. તેઓ બાઇકિંગની સાથે વિમેન એમ્પાવરમેન્ટનો સંદેશો પણ ફેલાવી રહી છે. આ શોમાં તેમની સાથે 'બેટી બચાઓ બેટી પઢાઓ'નો મેસેજ પણ આપવામાં આવશે. તેઓ હવે જૂનમાં યુરોપની બાઇક-ટૂર પર જવાની છે. શોના અંતમાં તેઓ ગોકુલધામના રહેવાસીઓ સાથે ગરબા કરતી પણ જોવા મળી હતી.

(11:28 am IST)