Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

યામી ગોૈતમને મળી આયુષ્મયાન અને ભૂમિ સાથે ફિલ્મ

આયુષ્યમાન ટકલૂ યુવાનના રોલમાં

યામી ગોૈતમને વિરામ પછી ફરી એક ફિલ્મ મળી છે. 'બાલા' નામની ફિલ્મમાં યામી આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડનેકર સાથે મહત્વનો રોલ નિભાવશે. આ ફિલ્મમાં આયુષ્યમાન ટકલા યુવાનના રોલમાં છે. ફિલ્મની કહાની આ છોકરા અને નાનકડા શહેરની છોકરી પર આધારીત છે. ફિલ્મમાં આ છોકરીનો રોલ ભૂમિ પેડનેકર નિભાવી રહી છે. ફિલ્મ બાલામાં ટકલુ યુવાનની ભૂમિકા બે થી ત્રણ સ્ટેજમાં દેખાડવામાં આવશે. આયુષ્યમાન કહે છે આ રોલ માટે શુટીંગનું કામ મુશ્કેલ હશે. કેમ કરે ટકલા પર તુરત નવા વાળ ઉગવા મુશ્કેલ હશે. આ માટે અલગ-અલગ સ્ટેજના શુટીંગ માટે નકલી વાળનો સહારો લેવો પડશે. આયુષ્યમાન કહે છે નાની ઉમરે વાળ ખરી જવાની સમસ્યાનો સામનો કરતાં લોકો પોતાની જાતને આ ફિલ્મ સાથે જોડી શકશે. આ દેશભરના પુરૂષોને સ્પર્શતો વિષય છે.

(10:04 am IST)
  • આવતીકાલે બપોરે ૨ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ સમારોહ માટે સરકારી ઓફીસો બંધ રહેશે તે માટેનું જાહેરનામુ બહાર પડ્યુ છે access_time 6:15 pm IST

  • મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસની બેઠક :લોકસભા ચૂંટણીમાં પરાજયના કારણો પર થશે ચર્ચા :મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં હાર માટે જવાબદાર કારણો ચર્ચા વિચારણા બાદ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપાશે access_time 12:54 am IST

  • નાનડીયાની દલિત યુવતિ ઉપર બળાત્કાર : ધોરાજીના સોની યુવાન સામે ફરીયાદથી ચકચારઃ લગ્નની લાલચે બન્ને સાથે રહેતા હતા પછી ઝઘડો થયો ઘરમાંથી કાઢી મુકી, વળી સમાધાન થયું અંતે ફરીયાદ access_time 11:25 am IST