Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

હવે જબ્બરીયા જોડી સાથે ટકરાશે રિતિક

અભિનેતા રિતીક રોશનની બહુચર્ચીત ફિલ્મ સુપર-૩૦ની રિલીઝ તારીખમાં ફરી ફેરફાર થયા પછી આ ફિલ્મ હવે ૧૨ જુલાઇ રિલીઝ થશે તેવું નક્કી કરાયું છે. પહેલા આ ફિલ્મ કંગનાની મણિકર્ણિકા સાથે ટકરાવાની હતી, એ પછી કંગનાની જ મેન્ટલ હૈ કયા સાથે ટક્કર થવાની હતી. એ કારણે તારીખમાં ફેરફાર કરાયો હતો. રિતીકે કહ્યું હતું કે તે કોઇ વિવાદમાં ફસાવવા ઇચ્છતો નથી તેમજ માનસિક હિંસાથી બચવા માટે તે ફિલ્મની તારીખ બદલી રહ્યો છે. મેન્ટલ હૈ કયા પહેલા ૨૬ જુલાઇએ આવવાની હતી. સુપર-૩૦ની રિલીઝ ડેટ પણ એ જ હતી. આ કારણે તારીખમાં ફેરફાર કરાયો છે. જો કે નિર્માતા એકતા કહે છે તારીખ બદલાઇ તેમાં કંગના-રિતીકનો વિવાદ જવાબદાર નથી. પણ હવે ૧૨ જુલાઇએ સિધ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતીની જબ્બરીયા જોડી આવી રહી છે. તેની સાથે સુપર-૩૦ની ટક્કર થશે.

(10:03 am IST)