Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અક્ષય સાથે ફરી કામ કરીને ઉત્સાહિત છે કેટરીના કૈફ

અક્ષય કુમાર અને કેટરીના કૈફ નવ વર્ષ પછી ફરીથી સાથે કામ કરી રહ્યા છે. અગાઉ આ બંનેની જોડીએ સિંઘ ઇઝ કિંગ, નમસ્તે લંડન, વેલકમ જેવી સફળ ફિલ્મો સાથે કરી હતી. હવે ફરીથી અક્ષય અને કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં સાથે કામ કરી રહ્યા છે. કેટરીનાએ કહ્યું હતું કે લાંબા સમય પછી અક્ષય સાથે કામની શરૂઆતમાં થોડી ગભરાઇ ગઇ હતી. પણ હવે હું ખુબ જ ઉત્સાહિત છું. હું કેટલાક દિવસનું મારા ભાગનું શુટીંગ પુરૂ કરી ચુકી છું. નવ વર્ષ પછી અક્ષય સાથે કામ કરતી હોવાથી થોડી મુશ્કેલીઓ ઉભી થશે તેવી ચિંતા હતી. પરંતુ સેટ પર એકશનની બૂમ સંભળાતા જ હું ચિંતામાંથી બહાર આવી ગઇ હતી. અક્ષય ખુબ જ સારા સહકલાકાર છે, સેટ પર તેની સાથે કામ કરવાની મજા આવે છે. અક્ષય આ ફિલ્મમાં એટીએફ ચીફના રોલમાં છે. ૨૦૨૦ની ઇદ પર આ ફિલ્મ આવશે.

(10:02 am IST)