Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વંદના કટારિયા નોબલમેન ફિલ્મમાં પ્યાસાનું યાદગાર ફરી થશે રજૂ

મુંબઇ: એક બોર્ડિંગ સ્કૂલમાં માથાભારે ટીનેજર્સ કેવી દાદાગીરી કરે છે એવી કથા ધરાવતી ફિલ્મ નોબલમેનમાં મુહમ્મદ રફીનું યાદગાર ગીત યહ દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ ફરી જોવા સાંભળવા મળશે.

મૂળ ગીત ૧૯૫૦ના દાયકામાં હિટ નીવડેલી ગુરુ દત્તની ફિલ્મ પ્યાસા માટે તૈયાર થયું હતું. એસ ડી બર્મનના સંગીતમાં ગીત મુહમ્મદ રફીએ ગાયું હતું અને યાદગાર બની રહ્યું હતું.વંદના કટારિયા નોબલમેન નામે ફિલ્મ બનાવી રહી છે જેમાં કુણાલ કપૂર મુખ્ય રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં પ્યાસાનું યાદગાર ગીત ફરીવાર રજૂ કરવાની વંદનાની યોજના છે. યોડલ ફિલ્મ્સ માટે ગીતને નવેસર કે સી લોયે લખ્યું છે અને શ્રી શ્રીરામ તથા કે સી લોયે સ્વરબદ્ધ કર્યું છે. ગીતના નવા રૃપાંતરને સૂરજ જગને ગાયું છેમ્યુઝિક કંપની સારેગામાના ફિલ્મ્સ એન્ડ ટીવી વિભાગના ઉપપ્રમુખ સિદ્ધાર્થ આનંદ કુમારે કહ્યું કે અમે ગીતને આધુનિક પરંતુ ક્લાસિક ટચ આપીને રજૂ કરવાના છીએ.

(4:56 pm IST)