Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વિજય માલ્યાનો રોલ કરશે ગોવિંદા

મુંબઇ: વીતેલા દાયકાનો ટોચનો અભિનેતા ગોવિંદા ટૂંક સમયમાં પહલાજ નિહાલાની નિર્મિત એક ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં ગોવિંદા કરોડોની ગોલમાલ કરનારા વિજય માલ્યાનો રોલ કરશે એવી માહિતી મળી હતી.

ગોવિંદા આમેય પહલાજ નિહાલાનીનો માનીતો અદાકાર છે. પહલાજે કરોડોની ગોલમાલ કરીને વિદેશમાં નાસી જનારા વિજય માલ્યાના આબેહૂબ ગેટપમાં ગોવિંદાને રજૂ કરવાની યોજના ઘડી છે. માલ્યા ખૂબસુરત સ્ત્રીઓ સાથે દેખાવાનો, ડાન્સ કરવાનો અને ફોટા પડાવવાનો શૉખીન આદમી છે. કરોડોની ગોલમાલ કરીને નાસી ગયેલો માલ્યા હાલ બ્રિટનમાં હોય એવા અહેવાલો પ્રગટ થતા રહ્યા છે.ગયા સપ્તાહે પહલાજે એક ડાન્સ ગીત શૂટ કર્યું હતું. ગીતની કોરિયોગ્રાફી ચીન્ની પ્રકાશે કરી હતી એવી જાણકારી પણ મળી હતી. ગીતમાં માલ્યા કાર્ડ રજૂ થયું હતું. ગીત, એનો લય, એનું માહોલ વગેરે બધું કિંઘફિશરના કેલેન્ડરને યાદ કરાવે એવું હતું. ફિલ્મને પહલાજે રંગીલા રાજ્જા નામ આપ્યું છે. માલ્યાના વ્યક્તિત્વને અદ્દલ રજૂ કરવાની પહલાજની નેમ છે.પહલાજે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે વિજય માલ્યાના જીવન પર આધારિત પાત્રને કેન્દ્રમાં રાખીને હું ફિલ્મ બનાવી રહ્યો છું એવા મુદ્દાને હું નકારતો નતી કે સમર્થન આપતો નથી. હું માત્ર એટલું કહીશ કે સદીના એક મોટ્ટા કૌભાંડકાર વિશે હું ફિલ્મ બનાવી રહ્યો છું.લગભગ ૩૫ વર્ષના ગાળા બાદ પહલાજ અને ગોવિંદા ફરી સાથે કામ કરી રહ્યા છે.

(4:54 pm IST)