Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

નંદિતા દાસને અભિનયનો અનુભવ ડાયરેક્ટર તરીકે કામ લાગ્યો: દિવ્યા દત્તા

મુંબઇ:અભિનેત્રી દિવ્યા દત્તાએ મન્ટો ફિલ્મની સર્જક નંદિતા દાસ ઠાકુરને બિરદાવતાં કહ્યું કે નંદિતા પોતે અગાઉ અભિનેત્રી હતી. એને અભિનયનો અનુભવ ડાયરેક્ટર તરીકે કામ લાગ્યો હતો.

અખંડ હિન્દુસ્તાનના ટોચના ઊર્દૂ લેખક સઆદત હસન મન્ટોની બાયો-ફિલ્મ મન્ટોમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મન્ટોનો રોલ કર્યો છે. ફિલ્મમાં મન્ટોની એક ટૂંકી ઠંડા ગોસ્ત વણી લેવામાં આવી છે જેમાં દિવ્યા દત્તા ચમકી રહી છે. દિવ્યાએ કહ્યું કે નંદિતા પોતે અભિનેત્રી પણ છે એટલે ડાયરેક્ટર તરીકે એે અભિનેતા અભિનેત્રીની ખૂબી ખામી સમજી શકે છે અને પાત્રાનુરૃપ ફેરફાર કરાવી શકે છે. ઠંડા ગોસ્ત એક બોલ્ડ વાર્તા છે જેમાં કેટલાંક સંવેદનો અનિવાર્ય હતાં. નંદિતાએ ખૂબીપૂર્વક વાર્તાને પરદા પર જીવંત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને અમને સૌને કમ્ફર્ટેેબલ લાગે રીતે આખી વાત રજૂ કરી હતી. એટલે મને પણ ફિલ્મ કરવામાં અનેરો આનંદ આવ્યો હતો

(4:53 pm IST)