Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અજયની વધુ એક મલ્ટી સ્ટારર કોમેડી ફિલ્મ

અનિસ બાઝમી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે અજય દેવગણનું નામ નક્કી કરી લીધુ છે. ફિલ્મનું નામ સાઢે સાતી રખાયું છે. આ ફિલમ નવેમ્બર મહિનામાં ફલોર પર જશે અને ૨૦૧૯ના અંતમાં રિલીઝ થશે. જો કે બીજા પાત્રો હજુ નક્કી થયા નથી. અનીસની આ ફિલ્મ મલ્ટીસ્ટારર હોવાની શકયતા છે. જેમાં ચાર હિરો અને ત્રણ હિરોઇન હશે. અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર અને વરૂણ શર્માના નામો ચર્ચાય છે. સોનાક્ષી સિન્હા, ઈલિયાના ડિક્રુઝના નામો પણ સામે આવી રહ્યા છે. અજય સાથે આ જોડી બનવાની શકયતા છે. અજયએ સોનાક્ષી સાથે સન ઓફ સરદાર અને ઇલિયાના સાથે બે ફિલ્મો કરી છે. અનિલ કપૂર સાથે કોઇ હિરોઇન નહિ હોય. અજય એવા યુવાનના રોલમાં છે જેના નસિબ સાત વર્ષ સુધી ખરાબ ચાલી રહ્યા છે. અજય માટે આ વધુ એક કોમેડી ફિલ્મ છે.

(10:04 am IST)