Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ટીવી પરદે હવે એન્કર બનીને આવી રહ્યો છે રામ કપૂર

ટીવી અભિનેતા રામ કપૂર નવા શો થકી કમબેકની તૈયારીમાં છે. તે સોની ટીીના શો 'જિંદગી કે ક્રોસબોર્ડ'માં જોવા મળશે. આ શો છઠ્ઠી જુનથી શરૂ થઇ રહ્યો છે. આ વખતે જ સલમાનનો શો દસ કા દમ પણ શરૂ થઇ રહ્યો છે. બંને શો વચ્ચેની તુલના બાબતે રામ કપૂરે કહ્યું હતું કે હું મારી તુલના સલમાન સાથે કરતાં પહેલા મારી જાતને ગોળી મારી લઇશ. રામ કપૂર આ શોમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. આ શો એક પ્રકારની રિયાલીટી પર આધારીત છે. શોમાં રામ કપૂર એન્કરીંગ કરશે. રામ કપૂર ટીવી કવીન એકતા કપૂરના પસંદગીના કલાકારોમાં સોૈથી ટોચ પર છે. રામ એકતાની કોઇપણ વાત ટાળતો નથી. જો કે તે એવું સ્પષ્ટ કહે છે કે તે પોૈરાણિક કથા સંબંધીત શો કયારેય નહિ કરે, પછી ભલે એ શો એકતા કપૂરનો કેમ ન હોય.

(10:04 am IST)