Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

શાહરૂખની ફિલ્મમાં વધુ એક સુંદરી જોડાઇ સુશ્રી શ્રેયા મિશ્રા

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું શુટીંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ સાથે અનેક સ્ટાર જોડાયા છે. અનુષ્કા શર્મા અને કૈટરીના કૈફ તથા અભય દેઓલ, જીમ્મી શેરગીલ, આર. માધવન મુખ્ય પાત્રોમાં સામેલ છે. સાથે કરીશ્મા કપૂર, કાજોલ જેવી અભિનેત્રીઓ પણ એક ગીતમાં જોવા મળશે. વધુ એક ખુબસૂરત ચહેરાને ફિલ્મ સાથે જોડાયો છે. એ છે ૨૦૧૫ની મિસ યુનાઇટેડ સોૈંદર્ય સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહેલી સુશ્રી શ્રેયા મિશ્રા. સુશ્રી માટે મોટી વાત એ છે કે તેને શાહરૂખ ખાન સાથેની ફિલ્મથી અભિનય યાત્રાની શરૂઆત કરવાની તક મળી છે. દરેક અભિનેત્રીનું સપનુ હોય છે કે તે શાહરૂખ સાથે કામ કરે છે. સુશ્રીનું આ સપનુ પ્રારંભે જ પુરૂ થઇ ગયું છે. જોકે ફિલ્મમાં તે અભય દેઓલની ગર્લફ્રેન્ડના રોલમાં હશે. પરંતુ શાહરૂખની ફિલ્મ છે તેથી ફાયદો જરૂર થશે. અભયએ સુશ્રીના અભિયનના ખુબ વખાણ કર્યા છે. આનંદ એલ. રાયની આ ફિલ્મ ૨૧મી ડિસેમ્બરે રિલીઝ થશે.

(10:03 am IST)