Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ચામડીનો સફેદ રંગ એ સુંદરતાની વ્યાખ્યા નથીઃ ઇલિયાના

અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ કહે છે સમાજમાં રૂપાળી ચામડી માટે લોકોનું ઝનૂન અજીબોગરીબ છે. પરંતુ સુંદર હોવાનો મતલબ માત્ર રૂપાળા હોવું એ જ નથી. જે રૂપાળા હોય એ જ સુંદર, એવું કહેવું જરાપણ યોગ્ય નથી. કોઇ રંગ જોઇને સુંદરતાની પરિભાષા કરે તો એ મને ગમતું નથી. ઇલિયાના કહે છે રંગ કોઇપણ સુંદરતાની વ્યાખ્યા નથી. ઇલિયાના હાલમાં ફિલ્મ 'અનફેયર એન્ડ લવલી'માં કામ કરી રહી છે. આ ફિલ્મની કહાની રંગભેદને લગતી છે. બોલીવૂડમાં રંગભેદ છે કે કેમ? તે વિશે ઇલિયાનાએ કહ્યું હતું કે અહિ દરેક મહિલાને સમાન રીતે પ્રેમ મળ્યો છે અને આ મહિલાઓ સફળ પણ થઇ છે. રંગ માટેનું ઝુનુન ઇન્ડસ્ટ્રીમાં તો નથી જ. મને નથી લાગતું કે આ માટે ઇન્ડસ્ટ્રી ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવે. અનફેયર એન્ડ લવલી ફિલ્મમાં શ્યામવર્ણની છોકરીની કહાની છે. ફિલ્મમાં રણદીપ હુડા પણ મુખ્ય ભુમિકામાં છે.

(10:22 am IST)