Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ટાઇગર વધારી રહ્યો છે વજન

સાજીદ નડિયાદવાલા ટાઇગર શ્રોફને લઇને બાગીનો ત્રીજો ભાગ બનાવી રહ્યા છે. આ ફિલ્મ છ માર્ચ ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે. હવે આ ફિલ્મનું શુટીંગ ઝડપથી શરૂ થવાનું છે. એકશન થ્રિલર એવી આ ફિલ્મના પ્રથમ શેડ્યુલનું શુટીંગ જુલાઇમાં મુંબઇથી શરૂ થઇ જશે. સિટી સ્ટુડિયોમાં શરૂ થનારા પ્રારંભીક શુટીંગમાં ટાઇગર પરના દ્રશ્યો ફિલ્માવાશે. જુલાઇના અંત સુધીમાં શ્રધ્ધા કપૂર પણ ટાઇગર સાથે જોડાઇ જશે. શ્રધ્ધા બાગી-૩નું શુટીંગ કરવા સાથે નિતેશ તિવારીની ફિલ્મ છિછોરેનું પ્રમોશન પણ કરશે. બાગી-૩નું મોટા ભાગનું શુટીંગ વિદેશમાં થવાનું છે. ઇજિપ્ત, સર્બિયા, તુર્કી અને મોરક્કોમાં બાગી-૩ની ટીમ શુટીંગ માટે જશે. ટાઇગર આ ફિલ્મના રોલ માટે વજન વધારવા સાથે બોડી વધુ મજબૂત બનાવી રહ્યો છે. ફિલ્મના એકશન દ્રશ્યો હોલીવૂડ ટાઇપના હશે. સ્ટંટ દ્રશ્યો માટે ઇન્ટરનેશનલ ટીમની મદદ લેવાશે.

(9:39 am IST)