Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ટાઇગર શ્રોફે માઇનસ ૭ ડીગ્રીમાં, ૪૦૦ બોમ્બ બ્લાસ્ટ વચ્ચે શર્ટ વગર ૪૦ દિવસ એકશન સિનનું શુટીંગ કર્યુ

સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મનની વાત સાંભળે છે અને બે જ મિનીટમાં ફિલ્મમાં કામ કરવું કે નહિ તે નક્કી કરી લે છેઃ એકશન માટે ૨૫ વર્ષ મહેનત કરી છેઃ હવે હોલીવૂડમાંથી પણ ઓફર

મુંબઇ તા. ૨૯: ટાઇગર શ્રોફ સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે. નમ્ર સ્વભાવના અભિનેતા ટાઇગરના અભિનયમાં વિવિધતા છે અને સાથોસાથ તે સ્ટાઈલ આઇકન તરીકે પણ પ્રસ્થાપિત થઈ ચુકયો છે. ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-૩ રિલીઝ થવાની છે.  ત્યારે ટાઇગર સાથે કેટલીક પ્રશ્નોતરી થઇ હતી.

ટાઇગરે કહ્યું હતું કે સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ હું મનની વાત સાંભળુ છુ. ફિલ્મ ફાઈનલ કરતા મને માત્ર બે જ મિનિટ થાય છે. ગત વર્ષે બાગી ૨ના  ટ્રેલર લોન્ચ સમયે જ સાજીદ નડિયાદવાલાએ બાગી-૩ અનાઉન્સ કરી હતી. ત્યારે હું વારના અને શ્રદ્ઘા છિછોરે તેમજ સ્ટ્રીટ ડાન્સરના શૂટીંગમાં વ્યસ્ત હતી.  હજી ફિલ્મની સ્ક્રીપ્ટ ફાઈનલ નહોતી, પરંતુ બાગીની ફ્રેન્ચાઈઝી મને પોતાની તરફ ખેંચી રહી હતી.વોર કરતાં બાગીનું પાત્ર પણ બિલકુલ અલગ છે.

ટાઇગરે પોતાના એકશનના અનુભવ વિશે કહ્યું હતું કે બાગી-૩ માટે અમે માઈનસ ૭ ડિગ્રીમાં, ૪૦૦ બોમ્બ બ્લાસ્ટ વચ્ચે શર્ટ પણ પહેર્યા વગર ૪૦ દિવસ સુધી એકશન સિકવન્સ શૂટ કરી છે. સવારે ઉઠીને પહેલા કાર્ડિયો કરતો, એટલે બોડી શેપમાં રહે. લાઈવ એકશન સિકવન્સ શૂટ કરવાના હતા, જેથી ફિલ્મ નક્કી તારીખે રિલીઝ થઈ શકે. મેં ખાસ એવેન્જર્સ સિરીઝની ફિલ્મોમાં બતાવેલી એકશન સ્ટાઈલ પરથી પ્રેરણા લીધી છે. સારી વાત એ છે કે ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે મને હોલીવુડથી પણ ઓફર આવી રહી છે, પરંતુ જેટલો પ્રેમ, સન્માન અહીં મળી રહ્યુ છે, તેને છોડીને કશું નવું કરવાનો કોઈ ઈરાદો નથઈ. હાલ મારી એટલી હેસિયત નથી કે બીજે જવા અંગે વિચારૃં.

ટાઇગરે આગળ કહ્યું હતું કે હું બાળપણથી જ ઈચ્છતો હતો કે જેકી ચેન જેવી એકશન કરું. આ માટે મેં ૨૫ વર્ષ મહેનત કરી છે. હવે આ મહેનતનું ફળ મળી રહ્યુ છે. મારે સલમાન સર, અક્ષયકુમારજી, જોન અબ્રાહમ કે અજય દેગણની એકશનની નકલ નહોતી કરવી. એટલે વધુ વિચાર્યા વગર હું મારી રીતે જ પરફોમ કરૂ છુ અને એકશન સિકવન્સ કરૂ છુ. પણ સાચુ એ છે કે આ સ્ટાર્સ જે કરી શકે છે, તે હું ન કરી શકું.

ટાઇગર અહેમદ ખાન કે જે કોરિયોગ્રાફીમાં પણ માહેર છે તે સારા ડિરેકટર પણ હોવાની વાત કરી હતી. રિતીકે વોર ફિલ્મમાં પોતાને રિતીક રોશન સાથે કામ કરવાની તક મળી તે જીવનનો સોૈથી યાદગાર અનુભવ હોવાનું કહ્યું હતું. પોતે બાર-તેર વર્ષનો હતો ત્યારથી ક્રિશનો ચાહક હોવાનું પણ કહ્યું હતું.

પહેલીવાર પિતા જેકી શ્રોફ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? તે અંગે ટાઇગરે કહ્યું હતું કે-અરે શું કહું? મારી હાલત ખરાબ હતી. શું બોલું... આખરે પિતા તો પિતા હોય છે. જો કે તે ઝડપથી પ્રેશરમાં આવી ગયા કારણ કે તેમને પિતાનો જ રોલ કરવાનો હતો. આ જ કામ તે રિયલ લાઈફમાં પણ કરે છે. એટલે મુશ્કેલી એ હતી કે તે સ્ક્રીન પર નવું શું કરે?

(4:13 pm IST)