Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફિલ્મ 'મેદાન'નો ફર્સ્ટ લુક જાહેર કર્યો અજય દેવગને

મુંબઈ: બોલીવુડના સિંઘમ સ્ટાર અજય દેવગણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ તનાજી: ધ અનસંગ વોરિયરે 200 કરોડથી વધુની કમાણી કરી છે. અજય ફિલ્મની સફળતાથી ખુબ ખુશ છે.ફિલ્મની રજૂઆત સાથે જ અજય તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયો. અજય ભારતીય ફૂટબોલ ટીમના કોચ સઈદ અબ્દુલ રહીમ પર આધારિત ફિલ્મ મેદાનમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે.અજય દેવગને તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કર્યો છે. આ શેર કરતાં અજય દેવગને ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. અજય દેવગને લખ્યું છે, '27 નવેમ્બર 2020 ના રોજ મેદાન માટે તૈયાર થાઓ.'

(5:36 pm IST)