Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

'ઇન્ડિયન -2'માં કામ નહીં કરે અનિલ કપૂર: આપ્યું આ કારણ

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર ઇન્ડિયા  અનિલ કપૂરની ફિલ્મ મલંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તે ચર્ચાઈ રહી હતી કે તે 'ઇન્ડિયન 2'માં વિલનની ભૂમિકા પણ નિભાવવા જઇ રહ્યો છે. આ ફિલ્મ 1996 માં આવેલી ફિલ્મ 'ઇન્ડિયન' ની સિક્વલ છે. જોકે, અનિલ કપૂરે 'ઈન્ડિયન 2'માં હોવાનો ઇનકાર કર્યો છે.અનિલ કપૂરે કહ્યું કે તે ફિલ્મના સેટ પર ડિરેક્ટર શંકરને મળવા ગયો હતો. ત્યાં બંનેની તસવીરો વાયરલ થઈ હતી. લોકોને લાગ્યું કે અમે સાથે મળીને ફિલ્મ કરી રહ્યા છીએ, જ્યારે એવું નથી.'ઇન્ડિયન 2' માં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, વિદ્યુત જામવાલ પણ છે.

(5:35 pm IST)