Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મલંગનું નવું સૉન્ગ થયું રિલીઝ: દિશા-આદિત્યની જબરી રોમેન્ટિક કેમેસ્ટ્રી:લાખો લોકોએ લાઈક કરી

ગણતરીના કલાકોમાં જ ત્રણ લાખ કરતાં પણ વધારે લોકોએ નિહાળ્યું

મુંબઈ : ફિલ્મ મલંગનું નવું વીડિયો સૉન્ગ 'ફિર ન મિલે કભી' રિલીઝ થઈ ગયું છે અને લોકોમાં ખૂબજ લોકપ્રિય પણ બની ગયું છે. આ ગીતને અંકિત તિવારીએ અવાજ આપ્યો છે તો પ્રિંસ દુબેએ લ્ખ્યું છે. ફિલ્મ મલંગનું આ ગીત લોકોને ખૂબજ ગમ્યું છે. આ જ કારણે ગણતરીના કલાકોમાં જ ત્રણ લાખ કરતાં પણ વધારે લોકો તેને જોઇ ચૂક્યા છે. આ વીડિયોમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટની રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.

ગીતની શરૂઆતમાં આદિત્ય કહે છે: 'સંબંધો તૂટવાનું દુ:ખ સહન કર્યું છે મેં, એટલે જ હંમેશાં સંબંધોથી દૂર ભાગતો રહ્યો. દુ:ખ સહન કરવા કરતાં સારું એ છે કે, સંબંધો બનાવો જ નહીં.' ત્યારબાદ આ ગીત પ્યાર અને પોતાના પ્રેમીથી વિખૂટા પડવાનું દુ:ખ વર્ણવે છે. દિશા પટનીએ પણ આ ગીતનું વીડિયો ટીઝર તેના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કર્યું છે.

આ ગીતમાં દિશા ખૂબજ સુંદર લાગી રહી છે અને આદિત્યના હાવભાવ ગીતને વધારે સુંદર બનાવે છે. આ ફિલ્મના ટ્રેલરને પણ લોકોને બહું સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ઉલ્લેખનિય છેકે, ફિલ્મ એ એક્શન થ્રિલર છે અને તેમાં આદિત્ય અને દિશા સિવાય અનિલ કપૂર અને કુનાલ ખેમૂ પણ જોવા મળશે.

(1:12 pm IST)