Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભગતસિંહના રોલ માટે અજયએ શરૂ કર્યુ શુટીંગ

બાહુબલી ફિલ્મથી સમગ્ર દુનિયામાં જાણીતા બનેલા નિર્દેશક એસએસ રાજામોૈલી ડ્રીમ પ્રોજેકટ 'આરઆરઆર'નું કામ કરી રહ્યા છે. લગભગ ૪૦૦ કરોડના બજેટથી આ ફિલ્મ બનાવવામાં આવશે, જે દસ જેટલી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર આધારીત છે. જેમાં જુનિયર એનટીઆર અને રામચરણ તેજા ઉપરાંત બોલીવૂડના સુપરસ્ટાર અજય દેવગણ તથા આલિયા ભટ્ટ પણ ખાસ રોલમાં છે. અજયએ પોતાના ભાગનું શુટીંગ શરૂ કરી દીધું છે. અજય દેવગણને ભગતસિંહનો રોલ અપાયો છે.

આ ફિલ્મમાં તેનું પાત્ર અત્યંત મહત્વનું છે. ભગતસિંહના રોલમાં અજય સ્વતંત્રતા સેનાની કોમારામ ભીમ અને અલ્લુરી સિતારામ રાજુને બ્રિટીશ શાસન વિરૂધ્ધ વિદ્રોહ કરવા પ્રેરિત કરશે.રામચરણને અલ્લુરી સિતારામ રાજૂનો રોલ અને જુનિયર એનટીઆરને કોમારામ ભીમનો રોલ અપાયો છે. આલિયા ભટ્ટ રામચરણ તેજા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અજયએ ૨૦૦૨માં શહિદ ભગતસિંહ ફિલ્મમાં ભગતસિંહનો રોલ નિભાવતાં રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો.

(10:05 am IST)