Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પરદા પર સુનિલને મહિલાના પાત્રો ભજવવા વધુ ગમે છે

ટીવી અભિનેતા સુનિલ ગ્રોવર ફિલ્મોમાં પણ હવે કામ કરી રહ્યો છે. ટીવી પરદે તેને ગુત્થી અને રિન્કુ ભાભી જેવા મહિલાના પાત્રોને કારણે ઓળખ મળી છે. આ પાત્રો થકી તેણે દર્શકોને ભરપુર હસાવ્યા છે. સુનિલે કહ્યું હતું કે મને પરદા પર મહિલાના પાત્રો ભજવવા ગમે છે. તે કહે છે લોકોને હસાવવા માટે પુરૂષો દ્વારા મહિલાના પાત્રો નિભાવવાનું સતત ચાલુ રહેવું જોઇએ. આ ટ્રેન્ડ લાંબો ચાલવો જોઇએ. મારા માટે મહિલાના પાતરો નિભાવવા વધુ સરળછે. ટીવી પરદે મહિલા બનવાનું મને વધુ પસંદ છે. સુનિલ સિવાય પણ એવા ઘણા પુરૂષ કલાકારો છે જે મહિલાના પાત્રો થકી દર્શકોને ખુબ હસાવતા રહે છે. જેમાં કૃષ્ણા અભિષેક, ગોૈરવ ગેરા, અલી અસગર પણ અગ્રેસર છે. સુનિલને પુછાયું કે પરદા પર હવે મહિલા હાસ્ય કલાકારો પણ ઘણા છે, ત્યારે પુરૂષોએ આવા પાત્રો ઓછા ભજવવા જોઇએ કે નહિ? ત્યારે તેણે કહ્યું હતું કે મહિલાઓએ પણ પુરૂષોના રોલ નિભાવવા જોઇએ. સુનિલ ટુંક સમયમાં જ ટીવી પરદે પાછો આવી રહ્યો છે. હાલમાં તે એક વેબ સીરિઝના શુટીંગમાં વ્યસ્ત છે.

(10:05 am IST)