Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કાર્તિકને કારણે કપાઇ ગયું તાપસી પન્નુનું પત્તુ

સિત્તેરના દસકની સુપરહિટ ફિલ્મ પતિ પત્નિ ઓૈર વોની રિમેક બની રહી છે. જેમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માટે પ્રારંભે અનન્યા ઉપરાંત તાપસી પન્નુની પસંદગી થઇ હતી. પરંતુ અચાનક જ તાપસીનું પાનુ કાપી નાંખી તેની જગ્યાએ ભૂમિ પેડનેકરને લેવાનું નિર્માતાએ નક્કી કર્યુ હતું. આવું શા માટે થયું તે અંગે નિર્માતાઓએ કોઇ સ્પષ્ટતા કરી નથી. પરંતુ ચર્ચા વહેતી થઇ છે કે તાપસીને હટાવાઇ તેની પાછળ કાર્તિક આર્યનનો હાથ છે. કાર્તિક નહોતો ઇચ્છતો કે તેની સાથે તાપસીને લેવામાં આવે. તેને એમ હતું કે તાપસીની હાજરીથી ફિલ્મની તમામ લાઇમ લાઇટ તે લઇ જશે. આ કારણે તાપસીને હટાવીને તેની જગ્યાએ ભૂમિને લેવામાં આવ્યાની વાતો થઇ રહી છે. ભૂમિ ફિલ્મમાં વિદ્યા સિન્હાવાળો રોલ નિભાવશે. અનન્યા સેક્રેટરીના રોલમાં હશે.

 

(9:53 am IST)