Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ઋષિ કપૂરે આઇપીએલ લીલામી પર ટ્વિટ કરી આપી સલાહ: મહિલા ક્રિકેટરોને પણ આઇપીએલ રમવાનો છે હક

મુંબઈ: બોલીવુડના વરિષ્ઠ અભિનેતા ઋષિ કપૂરે સોશ્યલ મિડયા દ્વારા સામાજિક પ્રશ્નોને અનેકવાર વાચા આપી છે અને તેમના ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા છેે. આ વખતે તેમણે ઈન્ડિયન પ્રિમીયર લીગની લીલામી બાબતે કેટલાંક ટ્વીટ કર્યા છે. આ ટ્વીટરના માધ્યમથી આઈપીએલ લિલામી પ્રક્રિયા સામે તેમણે સવાલ કર્યો છે. ટ્વીટર પર ઋષિ કપૂરે જણાવ્યું હતું કે મારો એક વિચાર છે કે લિલામમાં મહિલા ક્રિકેટરોને કેમ સ્થાન આપવામાં આવ્યું નથી. આઈપીએલની લિલામીમાં કોઈ લિંગભેદ થવો જોઈએ નહીં, પ્રત્યેક દેશમાંથી રમતવીરોનો સમાવેશ કરવો જોઈએ કે પછી પુરૃષો જ કઠોર રમત રમી શકે છે? છેલ્લા કેટલાંક દિવસ પૂર્વે તેમણે પદ્માવતનો વિરોધ કરતા કરણી સેનાના વિવાદ પર પણ ટિપ્પણી કરી હતી. ટ્વીટરમાં તેમણે રણવીર સાથે અકે વ્યંગચિત્ર પ્રસિદ્ધ કર્યું હતું.  તેમાં જણાવાયું છે કે કરકણી સેના જો પદ્માવતનો વિરોધ કરશે  તો રણવીર સિંહ જોહર કરશે, એવી ધોષણા રણવીરે કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેના પર ટીકા થતાં ટ્વીટ કાઢી નાખવી પડી હતી.

 

 

(5:01 pm IST)