Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કિસિંગ સીન કરતા સમયે અડધી બોટલ દારૂ પી ગઇ રાખી : આવી મીકાની યાદ

નવી દિલ્હી તા.૨૯ : હાલમાં જ ડ્રામા કવીન રાખી સાવંતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ઓન-સ્ક્રીન કિસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. રાખી પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જેમાં તે મુખ્ય ભૂમિકામાં છે. શૂટિંગના સમયનો અનુભવ જણાવતા તેણે કહ્યું કે, કિસ સીન કરતા સમયે તે અસ્વસ્થ થઈ ગઈ હતી અને મને મીકા સિંહની યાદ આવી હતી.

રાખીને કિસિંગ કરતાં સમયે અનેક રીટેકસ લેવા પડ્યા હતા. તેણે TellyChakkar સાથે વાત કરતાં કહ્યું કે, વારંવાર સીન કરતા સમયે હું મીકાને યાદ કરી રહી હતી. તે ઘટના મારા દિમાગમાં હંમેશા આવી રહી હતી. હું ડરી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે કોઈ મને મજબૂર કરી રહ્યું છે. મારો ફાયદો ઉઠાવી રહ્યું છે. મને એવું લાગતું જ ન હતું કે હું કેમેરાની સામે એકિટંગ કરી રહી છું. મને લાગી રહ્યું હતું કે તે બધું મારી સાથે ફરી થઈ રહ્યું છે.

પોતાના પહેલા કિસિંગ સીન વિશે જણાવતા રાખીએ કહ્યું કે, આ સીનનું શૂટિંગ કરતાં સમયે હું ટેન્શનમાં હતી. મેં પહેલા કયારેય આવું કર્યું ન હતું. હું અસ્વસ્થ હતી. હું બ્લેક લેબલ(દારુ)ની અડધી બોટલ પી ગઈ હતી.

ફિલ્મમાં ડ્રગ એડિકટની ભૂમિકા ભજવતી રાખીએ કહ્યું કે, તેને ખબર જ ન હતી કે ફિલ્મમાં કિસિંગ સીન પણ છે. આ કેરેકટરની માગ હતી. જયારે મેં આ સીન કરવાની ના પાડી દીધી ત્યારે તેઓએ કહ્યું કે અમે તને શીખવાડી દઈશું.

તમને જણાવીએ કે, ૨૦૦૭માં મીકાએ પોતાના જન્મદિવસ પર રાખીને જરબદસ્તીથી કીસ કરી હતી. મીકાને એ કીસ એટલી ભારે પડી હતી કે વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી.

(4:42 pm IST)